સામગ્રી
- ૪ થી ૫ ચમચી મઠ
- ત્રણ થી ચાર ચમચી મગ
- 3 ચમચી સુખી ઝીણી ચોળી
- ત્રણ ચમચી સફેદ વટાણા
- ત્રણ ચમચી લાલ ચણા
- ૩ ચમચી લીલા ચણા
- ૩ ચમચી કાબુલી ચણા
- 3 ચમચી કાળા આખા અડદ
- ત્રણ ચમચી રાજમા
- એક ઝીણો સુધારેલો કાંદો
- ૧ ઝીણું સુધારેલું ટમેટુ
- 1 ચમચી ગ્રીન મરચાની પેસ્ટ
- અડધી ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- દોઢ ચમચી લાલ મરચાં અને લસણની ચટણી
- એક ચમચી તેલ
- 2 ચમચી ઘી
- અડધી ચમચી જીરું
- પા ચમચી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
- એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી હળદર
- 1 ચમચી ધાણાજીરૂ
- અડધી ચમચી ગરમ મસાલો
- અડધી ચમચી કિચન કિંગ મસાલો
- એક ચમચી કસુરી મેથી
- ચપટી સોડા
રીત
બધા કઠોળને મિક્સ કરી પાણીથી બે વાર ધોઈ ને ૧૦ થી ૧૨ કલાક માટે પલાળી દેવા. ત્યારબાદ કુકરમાં તેલ અને ઘી લઈ તેમાં જીરું નાખીને હલાવવું. જીરું તતડે એટલે તેમાં હિંગ નાંખી હલાવી તેમાં લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ નાખી એક થી બે મિનિટ માટે હલાવીને સાંતળવું. ત્યાર પછી તેમાં કાંદા નાંખીને સાંતળવું. થોડા કાંદા સંતળાઈ જાય એટલે તેમાં ટમેટા નાખવા અને હલાવવું. કાંદા સાંતળતી વખતે તેમાં કાંદા ના ભાગ નું મીઠું નાખવું જેથી કાંદા જલ્દીથી સંતળાઈ જશે. ટમેટા પણ સરસ રીતે ચડી જાય પછી તેમાં બધા મસાલા નાખવા જેમકે મીઠુ, લાલ મરચુ પાઉડર, લાલ મરચાની ચટણી, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી ને હાથેથી મસળીને નાખવી અને બધું બરાબર મિક્સ કરી ચમચાથી હલાવતાં રહેવું.

મસાલા બરાબર મિક્સ થઇ ને ચડી જાય અને અંદરથી ઘી છૂટવા માંડે એટલે તેમાં પલાળેલા કઠોળ નાખી બરાબર ચમચાની મદદથી હલાવીને મસાલા સાથે મિક્સ કરવા. ત્યાર પછી તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીને બરાબર હલાવવું. પછી તેમાં ચપટી સોડા નાંખી હલાવીને કૂકરના ઢાંકણ બંધ કરી છ થી સાત સીટી વગાડી ગેસ ધીમો રાખવો. ધીમા ગેસ પર એક થી બે સીટી વગાડવી અને ગેસને બંધ કરી દેવું. કુકર ઠંડું થાય એટલે એને ખોલી તેમાં એક ચમચી લીંબુનો રસ અને થોડી કોથમીર નાખીને બરાબર હલાવીને મિક્સ કરવું અને એને પાવ, કાંદા અને તીખા ચવાણા સાથે સર્વ કરવું.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/