Pakoda Kadhi

પકોડાવાળી ખાટી કઢી (Pakoda Kadhi Recipe)

સામગ્રી

  • એક વાટકો ભરીને ખાટી છાશ
  • દોઢ ચમચી ચણાનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ થી ૩ લીલા મરચા લાંબા સુધારેલા
  • કોથમીર બે ચમચી
  • અડધી ચમચી ઝીણું સુધારેલું આદુ
  • 2 ચમચા ચણાનો લોટ તેમાં એક ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી હળદર
  • પા ચમચી મેથી ના દાણા
  • ચપટી સોડા
  • એક ચમચી ગરમ તેલ
  • અડધી ચમચી મેથી
  • પાણી જરૂર મુજબ
  • એક ચમચી ઘી
  • અડધી ચમચી રાઇ
  • અડધી ચમચી જીરૂ
  • આઠ થી દસ લીમડાના પાન
  • ચપટી હિંગ
  • ચપટી ખાવાનો સોડા
  • તેલ તળવા માટે

રીત

એક કડાઈમાં ખાટી છાશ લેવી. તેમાં ચણાનો લોટ નાખી છાશ ઝેરવાની ઝરણીથી તેને ઝેરી લેવું. પછી તેમાં મીઠું નાખવું. લીલા મરચાને લાંબા કાપીને નાખવા. ઝીણું સમારેલું આદું નાખવું. કોથમીર નાંખવી. પછી તેમાં વઘાર નાખવો. વઘાર માટે એક વઘારીયા માં એક ચમચી ઘી લેવું. તેમાં રાઈ, જીરું, મેથી, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર થઈ જાય એટલે એને કડાઈમાં નાંખી ચમચાથી બરાબર હલાવીને કઢીને ઉકળવા દેવી. થોડી ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યાર પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવો. તેમાં મરચું પાવડર, મીઠું, હળદર, હિંગ નાંખી બરાબર મિક્સ કરવું. ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી નાખી તેનું ભજીયા જેવું ખીરું બનાવવું. બહુ જાડું નહીં રાખવાનું અને બહુ પતલુ પણ નહીં રાખવાનું.

ત્યાર પછી તેમાં ચપટી ખાવાનો સોડા નાંખી બરાબર મિક્સ કરવું. તાવડા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે એક ચમચી ગરમ તેલને ભજિયાંના ખીરામાં નાંખવું. એનાથી ભજીયા એકદમ પોચા અને સરસ થાય છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં નાના-નાના ભજીયા પાડવા અને ધીમા ગેસે તળવા જેથી અંદરથી કાચા ન રહે. તળાઈ જાય પછી પ્લેટમાં કાઢી લેવા અને જ્યારે સર્વ કરવાના હોય તેના પાંચ મિનિટ પહેલા ભજીયા નાખીને એને ગરમ કરીને કાઢી ને રોટલી અથવા ભાત સાથે સર્વ કરવી.


બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/

You might also like

Leave a Reply

Your email address will not be published.