સામગ્રી
- મલાઈ
- છાસ
રીત
એક વાટકો મલાઈને 4 થી 5 ટેબલસ્પૂન છાશ નાખીને મેળવી દેવી. છ થી સાત કલાક મેળવીને રાખવી. ત્યાર પછી તેને બે કલાક માટે ફ્રિજમાં મૂકી રાખવી. બે કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢી તેમાં બે ગ્લાસ માટલાનું પાણી નાખી તેમાં બોસ નું બ્લેન્ડર ફેરવી તેમાંથી માખણ કાઢવાનું. પાંચ મિનિટમાં માખણ નીકળી જાય છે. પછી તેમાંથી માખણ ને એક કડાઈમાં કાઢી લેવું અને બચેલી છાશને બીજા વાસણમાં લઈ લેવી. હવે માખણને ચારથી પાંચ વાર સાદા પાણીથી ધોઈ લેવું જેથી તેમાંથી ખટાશ બધી નીકળી જશે અને કિટ્ટુ ઓછું નીકળશે. ત્યાર પછી માખણને ગેસ પર મૂકી ધીમા ગેસ પર રાખી હલાવતા રહેવું. થોડી થોડી વારે હલાવવું જેથી નીચેથી બળી ન જાય. ધીરે ધીરે માખણમાંથી ઘી બનીને તૈયાર થાય છે.
માખણમાંથી નીકળેલી છાશ નો પણ ઉપયોગ કરી શકાય છે. છાશ માંથી કઢી બનાવી શકાય છે, હાંડવા ઢોકળા ના લોટ નો આથો નાખી શકાય છે જેથી છાશ વેસ્ટ નથી જતી. ત્યાર પછી ઘી માંથી જે કીટું નીકળે છે એ પણ વેસ્ટ નથી જતું. તે કીટામાં ૧ કપ દૂધ નાખી તેને હલાવતા રહેવું. દૂધ બળી જાય પછી તેમાં ૩ થી ૪ ટેબલ સ્પૂન સાકર નાખીને હલાવવું. સાકર ઓગળી જાય અને એનું જે પાણી થાય એ પાણી બળી જાય પછી તેમાં અડધી ચમચી એલચી નો પાવડર નાખવો, થોડા બદામ કાજુની કતરણ નાખી થાળીમાં પાથરી દેવું અને એને કાપા પાડીને ઠંડું થવા દેવું. ઠંડુ થઈ જાય પછી તેના પીસ કરી લેવા. આ રીતે તેની દાણાદાર બરફી બનાવી શકાય છે. અગર ચોકલેટ બરફી બનાવવી હોય તો એલચી ના પાવડર ની જગ્યાએ બે ચમચી કોકો પાઉડર નાખીને ચોકલેટ બરફી પણ બનાવી શકાય છે.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/