સામગ્રી
- એક વાટકો ભરીને વધેલી ખીચડી
- કાંદા
- ટમેટા
- ગાજર
- કોબી
- દુધી
- કાકડી
- વાટેલા આદુ મરચાં
- લાલ મરચું
- હળદર
- ગરમ મસાલો
- કિચન કિંગ મસાલો
- સફેદ તલ
- કસૂરી મેથી
- મીઠું
- આમચૂર પાઉડર
- દહી
- પૅપ્રિકા
- મિક્સ હર્બ
- ચણાનો લોટ
- ચોખાનો લોટ
- બાજરીનો લોટ
રીત
એક વાટકો ભરીને વધેલી ખીચડી લેવી. તેમાં ૧ કાંદો ઝીણો સુધારીને નાખવો. એક કેપ્સિકમ, 1 ટમેટુ ઝીણું સુધારીને લેવું. 1 ગાજર છીણીને લેવું. તેમાં કોબી, દુધી, કાકડી આ બધું ખમણીને લેવું. તેમાં કોઈપણ મનપસંદ શાકભાજી નાખી શકાય જેમકે બ્રોકલી, પર્પલ કોબી, ત્રણેવ કલરના કેપ્સીકમ, ઝુકીની, પાલક, કોથમીર, મેથી વગેરે લઈ શકાય. આ પછી તેમાં વાટેલા આદુ મરચાં એક ચમચી લેવા. તેમાં એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કિચન કિંગ મસાલો, એક ચમચી સફેદ તલ, થોડી કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આમચૂર પાઉડર, બે ચમચી દહી, અડધી ચમચી પૅપ્રિકા, અડધી ચમચી મિક્સ હર્બ આ બધું નાખી બરાબર મિક્સ કરવું. ત્યાર પછી તેમાં 3 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી બાજરીનો લોટ, આ બધા લોટ અંદર મિક્સ કરવા. આ મિશ્રણમાં પાણીની જરૂર પણ નહીં પડે; જો બહુ કડક લાગે અને પાણીની જરૂર લાગે તો બેથી ત્રણ ચમચી પાણી નાંખી અને હલાવવું. આ મિશ્રણને રેસ્ટ આપવું નહીં અને તરત જ નોનસ્ટિક તવા પર એક ચમચો મિશ્રણ મૂકવું અને પાણીવાળો હાથ કરી મિશ્રણને હાથેથી દબાવી પૅનકૅકેનો શેપ આપી તેની ઉપર ઘી લગાવી ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ શેકવા. આ રીતે બધી પેનકેક તૈયાર કરવી નીચે ઉતારી તેની ઉપર ચીઝ ખમણી ને નાખવું હોય તો નાખી શકાય અને એને ગ્રીન કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરવું.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/