Rajma Chawal served

રાજમા ચાવલ (Rajma Chawal Recipe)

સામગ્રી

  • એક વાટકી નાની સાઈઝ ના રાજમાં
  • 1/2 વાટકી ઝીણા સુધારેલા કાંદા
  • 1/2 વાટકી ઝીણા સુધારેલા ટમેટા
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • એક ચમચી લાલ મરચા ની ચટણી
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી તેલ
  • 2 ચમચી ઘી
  • પા ચમચી હિંગ
  • ચાર થી પાંચ પાન લીમડાના
  • એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • એક ચમચી કિચન કિંગ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ચમચી કસુરી મેથી
  • અડધી ચમચી લીંબુનો રસ
  • કોથમીર
  • ચપટી સોડા

લાલ મરચા ની ચટણી ની રીત

લાલ મરચા ની ચટણી બનાવવા માટે ચારથી પાંચ આખા કાશ્મીરી લાલ મરચા લેવા. તેના ડીટાં કાઢીને તેને પંદરથી વીસ મિનિટ પાણીમાં પલાળી દેવા. ત્યાર પછી મિક્સર જારમાં પાણી નિતારીને મરચા લેવા. તેમાં ચાર થી પાંચ લસણની કળી લેવી. તેમાં એક નાનો કાંદો સુધારી લેવો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એને ચટણીની જેમ વાટી લેવું. આ રીતે લાલ મરચાની ચટણી બનાવીને નાખવાથી રાજ મા નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. આ ચટણી વધારે બનાવીને ફ્રીઝરમાં પંદર દિવસ માટે સ્ટોર કરી શકાય છે. આ ચટણી પાવભાજી, પુલાવ, પંજાબી શાક વગેરેમાં નાખવાથી બહુ જ ટેસ્ટી લાગે છે.

રીત

સૌપ્રથમ પહેલા કુકરમાં તેલ અને ઘી બંને નાખી તેમાં જીરૂ નાખવું. જીરું તતડે એટલે હિંગ નાંખી તેમાં વાટેલું મરચું આદુ અને લસણની પેસ્ટ નાખીને બે સેકન્ડ હલાવવું. પછી તેમાં ઝીણા સુધારેલા કાંદા નાખી અને સાંતળવા સતળાઈ જાય એટલે તેમાં ટમેટા નાખવા. ટમેટાને પણ બરાબર રીતે સાતળવા. સતળાઈ જાય પછી તેમાં લાલ મરચાની ચટણી, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી બધું નાખી બરાબર હલાવવું.

અને આ મસાલાને ચઢવા દેવું મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું. પછી તેમાં રાજ માં નાખી દોઢ ગ્લાસ પાણી નાખીને બરાબર હલાવો. પછી તેમાં ચપટી સોડા નાંખી હલાવીને ઢાંકણું બંધ કરી પાંચ સીટી વગાડવી. પછી ગેસ ધીમો કરી ધીમા ગેસે પણ બે સીટી વગાડવી. પછી ગેસ બંધ કરીને કુકર ઠંડું પડવા દેવું. ઠંડુ થાય પછી ઢાંકણ ખોલી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને હલાવવું. પછી તેને ચાવલ અને પાપડ સાથે સર્વ કરો.


બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/

You might also like

Leave a Reply

Your email address will not be published.