સામગ્રી
- એક કપ રવો
- અડધો કપ સુકા ટોપરાનું ખમણ (સિલોની ખમણ)
- ૧ કપ દૂધ
- અડધી વાટકી મલાઈ
- એક વાટકી બૂરુ સાકર
- થોડા ડ્રાય ફ્રુટ (કાજુ, બદામ, પિસ્તા અને એલચીનો ભૂકો)
રીત
સૌપ્રથમ રવાને એક પેનમાં ડ્રાય રોસ્ટ શેકી લેવો. ગેસ મીડીયમ થી સ્લો રાખવો. ધીમા તાપે રવાને ગુલાબી રંગનો થાય અને દાણા દાણા વાળો થાય ત્યાં સુધી શેકવું. પછી એમાં સુકા ટોપરાનું છીણ નાંખવું. એને પણ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકવું. ગેસ મીડીયમ રાખો. શેકાઈ જાય પછી મલાઈ અને બૂરુ સાકર મિક્સ કરવી અને હલાવવું. મિક્સ થયા પછી દૂધ નાખી થોડી વાર હલાવો. લચકા જેવું થાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી એમાં ડ્રાયફ્રૂટ્સ અને એલચી નાખીને મિક્સ કરવું. પછી થોડીવાર માટે ઠંડુ થાય એટલે લાડવા બાડવા. લાડવા વાળવા માટે થોડું ઘી મિક્સ કરવું હોય તો કરી શકાય. બસ તૈયાર છે રવા અને નાળિયેર ના લાડવા.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/