સામગ્રી
- રવો 2 વાટકી
- ચાર વાટકી છાશ
- મીઠું સ્વાદ મુજબ
- વાટેલા આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- એક ચમચી પેપ્રીકા
- 1 ચમચી ઓરીગાનો
- એક ચમચી મિક્સ હર્બ
- 1 કાંદો, ૧ કેપ્સીકમ જીણા સુધારેલા
- 1 ગાજર ખમણીને
- પા કપ છીણેલી દૂધી
- પા કપ ઝીણી સુધારેલી કોબી
- બે થી ત્રણ ચમચી કાચા સીંગદાણા
- બે થી ત્રણ ચમચી ઝીણી સુધારેલી કોથમીર
- તેલ હાંડવા ઉતારવા માટે
રીત
સૌપ્રથમ પહેલા એક બાઉલમાં રવો લઈ તેમાં છાશ નાખી બરાબર હલાવી અડધો કલાક માટે રેસ્ટ આપો. અડધા કલાક પછી રવા ની અંદર બધા શાકભાજી, મીઠું, વાટેલા મરચાં, પૅપ્રિકા, ઓરીગાનો, કોથમીર બધું નાખી બરાબર મિક્સ કરવું. શાકભાજીનું પાણી થાય છે એટલે બીજી છાશ કે પાણી નાખવું નહીં પણ જો વધારે પડતું કડક લાગે તો જરૂર પ્રમાણે છાશ નાખવી અને વધારે પડતું ઢીલું થઈ જાય તો તેમાં થોડો રવો નાંખી દેવો.
પછી કડાઈમાં દોઢ ચમચી તેલ મુકવું તેમાં થોડી રાઈ અને થોડું જીરું નાખી રાઈ અને જીરું તતડે એટલે તેમાં 2 ચમચા જેટલું હાંડવા નું ખીરું પાથરવું. ચમચાની મદદથી બરાબર ગોળ કરી તેની ઉપર ડીશ ઉંધી વાળી ધીમા ગેસ પર પકવા દેવું. એક સાઈડથી થઈ જાય એટલે એને ફરાવી ને બીજી સાઈડ પણ ડીશ ઉંધી વાળીને પકવા દેવું. આવી રીતે બંને બાજુ થઈ જાય પછી તેને ઉતારીને બીજા બધા હાંડવા તૈયાર કરવા અને એને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/