સામગ્રી
- એક વાટકી સફેદ વટાણા
- બે ચમચી તેલ
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી ધાણાજીરું પાઉડર
- પા ચમચી હિંગ
- એક ચમચી જીરું
- મીઠું સ્વાદ પ્રમાણે
- ચપટી ખાવાના સોડા
- ઝીણા સુધારેલા કાંદા ૧ વાટકી
- ઝીણા સુધારેલા ટમેટા એક વાટકી
- ગ્રીન ચટણી
- મીઠી ચટણી
- લસણની ચટણી
- બારીક સેવ
- પૂરીનો ભૂકો
- કોથમીર
- પાવ
રીત
સૌપ્રથમ પહેલા વટાણાને સારી રીતે ધોઈને છથી સાત કલાક પલાળી ને રાખવા. ત્યાર પછી કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું નાખી જીરું તતડે એટલે તેમાં હિંગ નાંખી પલાળેલા વટાણા નાખી દેવા. તેમાં મીઠું, મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, સોડા બધું નાખી બરાબર હલાવી અને મિક્સ કરવું. ત્યાર પછી તેમાં દોઢ ગ્લાસ પાણી નાખી હલાવીને કૂકર નું ઢાંકણું બંધ કરી સાત થી આઠ સીટી વગાડી ગેસ ધીમો કરવો. ધીમા ગેસે એક સીટી વગાડવી પછી ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું.
કૂકર ઠંડું થઈ જાય પછી એક બાઉલમાં રગડો લેવો તેની ઉપર ત્રણે ચટણી એટલે કે તીખી ચટણી, મીઠી ચટણી, અને લસણની ચટણી નાખવી. એની ઉપર ઝીણા સુધારેલા કાંદા નાખવા, ઝીણા સુધારેલા ટમેટા નાખવા તેની ઉપર ઝીણી સેવ નાખવી અને પૂરીનો ભૂકો નાખવો. એની ઉપર કોથમીર છાંટવી અને એને પાવ સાથે સર્વ કરવું.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/