Vada

બટેટા વડા બનાવની રીત (Potato Vada Recipe) – Gujarati

સામગ્રી

  • અડધો કિલો બટેટા
  • બે ચમચી બારીક વાટેલુ લસણ
  • ૩ થી ૪ ચમચા કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અડધી ચમચી લીંબુનો રસ
  • 1 1/2 ચમચી વાટેલા આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી તેલ વઘાર માટે
  • અડધી ચમચી રાઇ
  • અડધી ચમચી અડદની દાળ
  • ૮ થી ૧૦ પાન લીમડાના
  • અડધી ચમચી હળદર
  • તેલ તળવા માટે

રીત

પહેલા બટેટા ને સારી રીતે ધોઈ એના બે ટુકડા કરી કૂકરમાં મૂકી 5 સીટી વગાડી ને બાફી લેવા. ત્યાર પછી થાળીમાં કાઢીને ઠંડા કરવા. ઠંડા થાય પછી તેની છાલ કાઢીને તેને ક્રશ કરી લેવા. પછી તેમાં મીઠું, વાટેલાં આદુ-મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને કોથમીર નાંખવી. એક કડાઈમાં બે ચમચી તેલ લેવું. તેમાં રાઈ, અડદની દાળ, ઝીણું સુધારેલું લસણ, લીમડાના પાન, હળદર બધું નાખી બરાબર હલાવી અને મિક્સ કરવું. અડદની દાળ થોડી ગુલાબી થાય એટલે આ વઘારને વડાના મિશ્રણમાં નાંખી ચમચીથી બરાબર મિક્સ કરવું અને પછી તેના ગોળ વડા બનાવી ગરમ તેલમાં તળી લેવા. વડા તળવા માટે પા કપ ચણાનો લોટ લેવો, તેમાં બેથી ત્રણ ચમચી ચોખાનો લોટ લેવો, તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું. પાણી નાખી બહુ જાડુ નહી અને બહુ પતલુ નહીં તેવું ખીરું તૈયાર કરવું. આ ખીરામાં વડા નાખી અને એને તળવા. અને એને લસણની સૂકી ચટણી ગ્રીન ચટણી અને પાવ સાથે સર્વ કરવું.


બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/

You might also like

Leave a Reply

Your email address will not be published.