સામગ્રી
- અડધી વાટકી મગની પીળી દાળ
- અડધી વાટકી ઘઉંના દલિયા
- અડધી વાટકી બાજરીના દલિયા
- પા વાટકી ઓટ્સ
- મનપસંદ શાકભાજી
- 1 કાંદો ઝીણો સુધારેલો
- ૧ બટેટુ ઝીણું સુધારેલું
- એક ગાજર ખમણેલું
- પા (1/4) વાટકી કોબી ઝીણી સુધારેલી
- એક કેપ્સિકમ ઝીણું સુધારેલું
- 2 થી 3 ચમચી કાચા સીંગદાણા
- ખમણેલી દુધી પા વાટકી
- કોથમીર – બે થી ત્રણ ચમચી
- એક ચમચી વાટેલા આદુ મરચાની પેસ્ટ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ૧ ચમચી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી હળદર
- એક ચમચી ધાણાજીરું પાવડર
- અડધી ચમચી ગરમ મસાલો
- અડધી ચમચી કિચન કિંગ મસાલો
- થોડી કસૂરી મેથી
- 1/4 ચમચી હિંગ
- ૨ થી ૩ ચમચી ઘી
- બટર
રીત
સૌપ્રથમ પહેલા મગની દાળને દસથી પંદર મિનિટ પાણીમાં પલાળીને રાખવી. ત્યાર પછી કૂકરમાં ઘી લઈ તેમાં પહેલા દલિયા અને ઓટ્સ નાખીને શેકવા. સુગંધ આવવા લાગે અને થોડા શેકાઈ જાય એટલે ઝીણા સુધારેલા શાકભાજી નાખવા અને બધુ બરાબર હલાવીને મિક્સ કરવું. સીંગદાણા નાખવા ત્યાર પછી બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરવું અને તેમાં બે થી અઢી ગ્લાસ પાણી નાખી કૂકરનું ઢાંકણું બંધ કરી ચાર સીટી વગાડી ગેસ ધીમો કરી એક સીટી વગાડી ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેવું. ઠંડુ થાય પછી કુકર નું ઢાંકણું ખોલી તેની ઉપર એક ચમચી બટર નાખવું (ઘી પણ નાખી શકાય) અને પછી એને દહીં સાથે સર્વ કરવું.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/