સામગ્રી
- પા કિલો મકાઈનો લોટ
- 150 ગ્રામ ઘઉંનો લોટ
- મીઠુ સ્વાદ અનુસાર
- 1 ટી.સ્પૂન ઓરેગાનો
- 1 ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- ૧ ટી.સ્પૂન મિક્સ હર્બ્સ
- 1/2 ટી.સ્પૂન મરી પાવડર
- 3 થી 4 ચમચી તેલ મોણ માટે
- પાણી જરૂર મુજબ
- તેલ તળવા માટે
રીત
એક મોટી થાળીમાં બંને લોટ લેવા. તેમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મરી, તેલનું મોણ બધું નાખી બરાબર હાથેથી મિક્સ કરવું. મિક્સ થઈ જાય બાદ તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવો. લોટ રોટલી કરતાં થોડો કડક અને પરોઠા કરતા થોડો નરમ બાંધવો. ત્યાર પછી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા પછી એના લૂઆ કરી ઘઉંના લોટનું અટામણ લઈ ને રોટલી જેવું વાળવું અને પછી એને ગરમ તેલમાં તળવા. આ રીતે બધા ટાકોસ તૈયાર કરવા. ટાકોઝ બનાવવામાં ઘઉંના લોટની બદલે મેંદો પણ વાપરી શકાય છે પરંતુ ઘઉંના લોટને લીધે ટાકોઝ હેલ્ધી બને છે.
હવે આ બનાવેલા ટાકોઝ માંથી આપણે ટાકોઝ નો ચાટ બનાવીયે. ટાકોઝના ચાટ બનાવવા માટે બનાવેલા ટાકોઝને એક ડીશમાં લેવા. તેની ઉપર ગ્રીન ચટણી લગાડવી. તેની ઉપર ઝીણા સુધારેલા કાંદા, ઝીણા સુધારેલા ટમેટા, ઝીણી સુધારેલી કાકડી, લાંબી અને પતલી સુધારેલી કોબી નાખવી. તેની ઉપર ચાટ મસાલો ભભરાવવો. તેની ઉપર ચીઝ ખમણી ને લેવું. આ ટાકોઝ નો ચાટ ખાવામાં બહુ જ સરસ લાગે છે.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/