સામગ્રી
1 કિલો આમળા
1 કિલો સાકર
2 ચમચી ઈલાયચી નો પાવડર
2 ચમચી સૂઠ નો પાવડર
1 ચમચી ગંઠોડા નો પાવડર
1 ચમચી લવીંગ નો પાવડર
1 ચમચી તજ નો પાવડર
1/2 ચમચી મરી નો પાવડર
8 થી 10 તાંતણા કેસર ના
રીત

- સૌ પ્રથમ પેહલા 1 કિલો આમળા ને પાણી માં સારી રીતે ધોઈ લેવા
- ત્યાર પછી કુકર માં પાણી નાખીને એક તપેલીમાં આમળા નાખી કુકર બંધ કરી ચાર સીટી વગાડી ગેસ બંધ કરી દેવો
- કૂકર ઠંડું થાય પછી આમળા થાળીમાં કાઢી તેને ઠંડા થવા દેવા
- ઠંડા થાય પછી તેમાંથી ઠળિયા કાઢી લેવા
- ત્યાર પછી એક મિક્સર જારમાં થોડા આમળા લેવા
- તેમાં ૩ થી ૪ ચમચા જેટલી સાકર લેવી અને એને પીસી લેવું
- અને એક મોટી કઢાઈમાં કાઢતા જવું એવી રીતે બધા આમળાં લઈને પીસી લેવા
- છેલ્લે જેટલી સાકર બચે એટલી સાકર કડાઈમાં નાખી દેવી અને બધું બરાબર મિક્સ કરી દેવું
- ત્યાર પછી ગેસ પર રાખી ધીમા ગેસ પર મૂકવું થોડી થોડી વારે હલાવતા રહેવું
- એક તારની ચાસણી થાય ત્યાં સુધી એને પકાવવું
- એક તારની ચાસણી બરોબર થઈ જાય પછી ગેસ બંધ કરી અને તેને ઠંડું થવા દેવું
- પાંચથી છ કલાક માટે તેને ઠંડુ થવા દેવું પછી છ કલાક પછી એની અંદર બધા વસાણાં (ઈલાયચી, લવીંગ, તજ, મરી, સૂઠ, ગંઠોડા, કેસર) આ બધું નાખી બરાબર મિક્સ કરીને એક કલાક માટે રહેવા દેવું
- એક કલાક પછી કોઈપણ પ્લાસ્ટિકના એરટાઈટ કન્ટેનરમાં આને ભરી દેવું
- આ ચવનપ્રાસ ને પ્લાસ્ટિકના એરટાઈટ કન્ટેનરમાં યા કાંચના કન્ટેનરમાં ભરવું, સ્ટીલ માં ભરવાનું નહીં નહીંતર સ્ટીલમાં તડ પડી જશે
ચ્યવનપ્રાશ ના ફાયદા
ચ્યવનપ્રાશ રોજ ખાવા થી ઈંમ્યુનિટી વધે છે અને આંખ ભી સારી રહે છે
આ રેસીપી ને હિન્દી માં વાંચવા માટે અઇયા ક્લિક કરો.
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/