સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
પોણો કપ ગોળ
પોણો કપ ઘી
એક ચમચી સૂંઠ પાઉડર
અડધી ચમચી ગંઠોડાનો પાઉડર
બે ચમચી ખમણેલું કોપરું
રીત
સૌપ્રથમ પહેલા એક પેનમાં ઘી લેવાનું. તેમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે શેકવો. ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવું. લોટ શેકાય એટલે તેમાંથી સુગંધ આવવા લાગશે. લોટ શેકાઈ જાય પછી તેમાં સૂંઠ, પીપરીમૂળ એટલે કે ગંઠોડાનો પાઉડર, ખમણેલું કોપરું બધું નાખી બરાબર હલાવી દેવું. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં ઝીણો સુધારેલ ગોળ નાંખી બરાબર મિક્સ કરવું. ત્યાર પછી તેને થાળીમાં પાથરી દેવું. થોડીવાર પછી તેમાં છરીથી કાપા પાડી દેવા અને ઠંડું થવા દેવું. ઠંડુ બરાબર થઈ જાય પછી એના પીસ કાઢીને એર ટાઈટ ડબ્બામાં ભરી દેવા. ગેસ ચાલુ રાખીને ગોળ ક્યારેય નાખવો નહીં નહીં તો ગોળપાપડી ચવ્વડ બની જશે.
જોઈએ તો આમાં એક ચમચી બદામ અને એક ચમચી કાજુનો ભૂકો પણ નાંખી શકાય
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/