સામગ્રી
- એક વાટકો તુવેરની દાળ
- 1 વાટકો ગોળ
- એક ચમચી ઈલાયચી નો પાવડર
- આઠ થી દસ તાંતણા કેસર ના
- એક ચમચી ઘી
- એક વાટકો ઘઉંનો લોટ
- 1 ચમચી તેલ મોણ માટે
- જરૂર મુજબ પાણી
રીત
એક વાટકો તુવેરની દાળને બે થી ત્રણ વખત પાણીથી બરાબર ધોઈ લેવી. ત્યાર પછી અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખવી. ત્યારબાદ કુકરમાં દાળને બાફવી. બાફતી વખતે તેમાં દાળ દુબે એટલું જ પાણી નાખવું એટલે કે એક વાટકો દાળ હોય તો સવા વાટકી થી દોઢ વાટકી જેટલું જ પાણી નાખવું અને ચાર સીટી વગાડી લેવી. ત્યાર પછી ગેસ ધીમો રાખી એક સીટી વગાડવી પછી ગેસ બંદ કરવો. કૂકર ઠંડું થાય એટલે દાળ બહાર કાઢી એક પેન માં લઈ લેવી.
તેમાં એક વાટકી ગોળ નાખી બરાબર હલાવી અને મિક્સ કરવું. ત્યાર પછી ગેસ ચાલુ કરી ધીમા ગેસ પર રાખી ને હલાવતા રહેવું. દાળમાંથી બધું પાણી બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પુરાણ બરાબર થયું છે કે નહીં એ ચેક કરવા માટે ચમચાને પૂરણ ની અંદર ઉભો મુકવો. અગર એ પુરાણમાં ઉભો રહે તેનો મતલબ કે પૂરણ બરાબર થઈ ગયું છે.
પછી તેમાં એલચીનો પાઉડર, કેસર ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી બરાબર ઠંડું થવા દેવું. ત્યાર પછી એક થાળીમાં ઘઉંનો લોટ લેવો તેમાં એક ચમચી તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું. રોટલીના લોટ જેવો લોટ બાંધવો અને છેલ્લે બંધાઈ જાય એટલે તેલવાળો હાથ કરી બરાબર મસળી લેવો અને એને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
રેસ્ટ આપ્યા બાદ રોટલી ના લોટના લૂઆ કરવા અને પૂરણ ઠંડુ થઈ ગયું હોય તો ઘીવાળો હાથ ધરી પપૂરણના પણ મીડિયમ સાઇઝના ગોળા વાળી લેવા. પછી રોટલી ના લોટ નો લૂવો લઈ તેને થોડું વણી તેની અંદર પૂરણ મૂકી અને એને બંધ કરી ગોળ કરી વધારાનો રોટલીનો લોટ કાઢી ફરી પાછી સરસ ગોળ વણી લેવી અને તવા પર મૂકી બંને સાઇડ ઘી લગાડીને બદામી રંગનો શેકી લેવી. નીચે ઉતારી ફરી પાછું ઘી લગાડીને સર્વ કરવી. આ માપ બરોબર છે પણ કોઈને વધારે ગળું જોતું હોય તો થોડો ગોળ વધારે ઉમેરી શકાય
બીજી ગુજરાતી વાનગીઓ ની રેસીપી માટે વિઝિટ કરો https://ketakikirasoi.com/